આજરોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધમાસણા ગામ ખાતે શ્રી દશગામ લેઉવા પાટીદાર સમાજની વાડી ખાતે લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુર અંધજન મંડળ દ્વારા દિવ્યાંગ સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ પાંચ દિવ્યાંગ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, પ્રમુખશ્રી લાયન વિક્રમભાઈ પટેલ ની આગેવાની હેઠળ સમસ્ત આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઇ હતી, ત્યારબાદ મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ, અને અંતે આશરે ચાર લાખ જેટલા કરિયાવરની દીકરીઓને ભેટ સોગાદ તથા રોકડ રકમ આપવામાં આવી હતી, જેમાં પરમ પૂજ્ય કાલુપુર ગાદીના લાલજી મહારાજ દ્વારા વિશેષ ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશિષ આપવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર સમાજ બંધુઓ તથા પરિવારજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત લાયન શ્રી તારકભાઈ લુહાર તથા પરમ પૂજ્ય સંકલ્પ સ્વામી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Divyang Samuh Lagnotsav 2023 at Dhamasana Kalol
Divyang Samuh Lagnotsav, 2023, Dhamasana, Kalol,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed