અમદાવાદના ઝુંડાલ સર્કલ પર શ્રી અનુપસ્વામીજી મહારાજનુ સુંદર મંદિર આવેલું છે, જેને શ્રી અનોપ સ્વામીજી મહારાજની ઝુંપડી તરીકે ઓળખવામાં આવે છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે માગશર સુદ બીજનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં દર વર્ષે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ 26માં ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે નિજમંદિર ખાતે ધજાઆરોહણ તથા બપોરના ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
સમગ્ર દિવસ દરમિયાન ધ્વજા આરોહણ સહિત શોભાયાત્રા અને રાત્રીના ભોજન પ્રસાદી તથા સત્સંગ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 20,000 લોકો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા શ્રી અનુપ સ્વામીજી મહારાજના પુસ્તક ” જગત હિત કારિણી” ની સંપૂર્ણ માહિતી શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી ધુલસિંહ પવાર તથા શ્રી અમરતભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Anupswamiji Maharaj Zompadi Zundal Circle Celebrated Magshar Sud Bij Mahotsav 14.12.2023
Shree Anupswamiji Maharaj Zompadi Zundal Circle Celebrated Magshar Sud Bij Mahotsav 14.12.2023

અમદાવાદ : ઝુંડાલ સર્કલ પર આવેલા શ્રી અનુપસ્વામીજી મહારાજની ઝૂંપડી ખાતે શ્રી આનોપ મંડળ દ્વારા યોજાયો માગશર સુદ બીજનો ભવ્ય ધાર્મિક મહોત્સવ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *