ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના હાજીપુર ગામમાં દર વર્ષે પરંપરાગત દેવ દિવાળી ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં માટલી ઉપર શ્રી મહાકાળી માતાજી તથા શ્રી વેરાઈ માતાજીના સુંદર ગરબા ફૂલોના શણગારવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સુપર સ્ટાર વિક્રમ ઠાકોર દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ગરબા મહોત્સવમાં કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર તથા ગાંધીનગર જિલ્લા પંચાયત ના સદસ્યશ્રી કાંતિજી ઠાકોર સહિત અનેક રાજકીય તથા સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા, જેની સંપૂર્ણ જાણકારી ગામના સરપંચ શ્રી ઉદાજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Hajipur Dev Diwali Garba Mahotsav 2023
Hajipur, Dev Diwali Garba Mahotsav, 2023, Kalol, Hajipur Gram Panchayat, Vikram Thakor,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed