મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઉંટવા ગામમાં શ્રી મહાકાળી યુવક મંડળ દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક આયોજનો કરવામાં આવે છે, તે જ રીતે ગામના મધ્યમાં શ્રી હનુમાનજી દાદા તથા શ્રી બાવાજી મહારાજ ની ભવ્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેના અંતિમ દિવસે આજે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્નવિધિ યોજાઈ હતી, ત્યારબાદ સમસ્ત ગ્રામજનોના ભોજન સમારંભ બાદ સાંજે વિદાય નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે વરસતા વરસાદમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી વિષ્ણુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Majakali Yuvak Mandal Untva arranged Tulsi Vivah 2023

Shree Majakali Yuvak Mandal, Untva, Tulsi Vivah, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed