ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રાજનગર (સાંતેજ) ગામ ખાતે શ્રી હડકબઈ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી હડકબઇ માતાજીની સાથોસાથ શ્રી મેલડી માતાજી તથા શ્રી મહાકાળી માતાજી અને વીર મહારાજ પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે નાંદોલી ગામના ડેલિકેટ સરપંચ શ્રી રાજુજી ઠાકોરની શ્રદ્ધા અને આસ્થાથી અહીંયા ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે સવારે ભવ્ય શોભાયાત્રા તથા બાવન ગજની ધજા માતાજીના નિજ મંદિર ઉપર આરોહણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા સમગ્ર ગ્રામજનો જોડાયા હતા.
આ સમગ્ર મહોત્સવ દરમિયાન ભવ્ય શોભાયાત્રા તથા ભોજન સમારંભ અને રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર પ્રવીણ લુણી દ્વારા માતાજીના સુંદર ગુણલા ગાવામાં આવશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી અરવિંદજી ઠાકોર તથા શ્રી રાજુજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Rajuji Thakor Nandoli Arranged Dharmik Mahotsav At Shree Hadakbai Mataji Mandir Rajnagar Santej

Shree Rajuji Thakor, Nandoli, Dharmik Mahotsav,  Shree Hadakbai Mataji Mandir, Rajnagar, Santej,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *