તાલુકા જિલ્લા ગાંધીનગરમાં નદી તટ પર શ્રી વેરાઈ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી બ્રહ્માણી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા માં બિરાજમાન છે, આ મંદિરનો ખૂબ જ રૂડો મહિમા છે જ્યાં શ્રી બ્રહ્માણી માતાજી અહીંયા બિરાજમાન છે, અને શ્રી વેરાઈ માતાજી તરીકે પૂજાય છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે દિવાળી પર્વનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં દર વર્ષે ભવ્ય પરંપરાગત ફૂલોના ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે દિવાળીના દિવ્ય દિવસથી શરૂઆત પામીને કારતક સુદ તેરસ સુધી ચાલ્યો હતો, જેમાં આજે અંતિમ દિવસે શ્રી યોગેશભાઈ ભોગીલાલ પટેલના સુંદર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષ અને ઉલ્લાહ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ખેલૈયાઓ જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી અશોકભાઈ ઉપાધ્યાય, શ્રી હરેશભાઈ પટેલ તથા શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ


Shree Brahmani yuvak Mandal Raysan arranged Divali Garba Mahotsav 2023
Shree Brahmani yuvak Mandal Raysan, Raysan, Gandhinagar, Divali Garba Mahotsav, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed