ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લોદરા ગામ ખાતે મેન હાઇવે ઉપર જ શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ ઐતિહાસિક અને સુંદર મંદિર આવેલું છે, જ્યાં અવિરત વારંવાર અનેક ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિરના દિવ્ય સાનિધ્યમા સમસ્ત ગ્રામજનો તથા ગામના શ્રી હસમુખભાઈ પટેલની દિવ્ય પ્રેરણાથી 33 જ્યોતના દિવ્ય અને ભવ્ય જ્યોતિ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી જયશંકરજી રાવલ શ્રી રવિશંકરભાઈ દ્વારા આપવામાં આવી હતી જ્યાં આયોજક શ્રી હસમુખભાઈ પટેલ તથા કિશાન સંઘના મંત્રીશ્રી શ્રી રમેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdevpir Mandir Lodra Arranged 33 Jyot Path

Shree Ramdevpir Mandir, Lodra, Mansa, 33 Jyot Path,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *