ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામ ખાતે 18 કરોડના ખર્ચે શ્રી પાટીદાર પરિવાર દ્વારા ભવ્ય પાટીદાર સંકુલ નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં શ્રી ઉમિયા માતાજીના ભવ્ય મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે આજરોજે દ્વિતીય દિવસે ઊંઝા ઉમિયા માતાજીના મંદિરેથી દિવ્ય જ્યોતનું ચરાડા ખાતે આગમન થયું હતું, જ્યાં સમગ્ર ગ્રામજનો દ્વારા ચરાડા ખાતે જ્યોતનુ સામૈયું કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ પાંચ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 19 થી 23 નવેમ્બર દરમિયાન યોજાશે, જેમાં અનેકવિધ સામાજિક તથા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેવાના છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Patidar Parivar Charada Arranged Pran Pratishtha Mahotsav of Shree Umiya Mataji Mandir at Patidar Sankul Charada Mansa
Shree Patidar Parivar Charada Arranged Pran Pratishtha Mahotsav of Shree Umiya Mataji Mandir at Patidar Sankul Charada Mansa