તાલુકા જિલ્લા ગાંધીનગરના ડભોડા ગામના રબારીવાસમાં શ્રી વિહત મેલડી માતાજી નું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેના દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ ગામના સમસ્ત રબારી પરિવાર દ્વારા આજ રોજ આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી લાલાભાઇ રબારી તથા શ્રી રણછોડભાઈ રાયકા દ્વારા આપવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે કાર્યક્રમમાં આજરોજ ભવ્ય નવચંડી યજ્ઞ સહિત સંતો મહંતોના સામૈયા તથા સન્માન સમારોહ નું આયોજન છે તથા દરેક ભાવિક ભક્તોના ભોજન સમારંભ સહિત રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Samast Rabari Parivar Dabhoda Arranged Pran Pratishtha Mahotsav of Shree Vihat Meldi Mataji Mandir 09.11.2023

Samast Rabari Parivar, Dabhoda, Pran Pratishtha Mahotsav, Shree Vihat Meldi Mataji Mandir, 09.11.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *