ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે રાઓલ ચાવડાના મઢમાં શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, અહીંયા ચામુંડા માતાજી 35 વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે, જ્યાં માતાજીની દિવ્ય જ્યોત અંબોડ ગામથી અહીં લાવીને રાઓલ ચાવડાના વડવાઓ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી અને ત્યારબાદ 10 વર્ષ પહેલાં નવીન મંદિરનું નિર્માણ કરીને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેને આજે દશ વર્ષ પૂર્ણ થતા અહીંયા ભવ્ય દશાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સમસ્ત દિવસ દરમિયાન અહીંયા નવચંડી યજ્ઞ તથા રાત્રીના શક્તિ અને ભક્તિરૂપી માતાજીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામ્યજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં પરિવારજનો તથા ભાવિક ભક્તો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી નિતેશસિંહ ચાવડા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Raol Chavda Parivar Nardipur Celebrated Dashabdi Mahotsav of Shree Chamunda Mataji Mandir 03.11.2023 Nardipur
Raol Chavda Parivar Nardipur, Nardipur, Gandhinagar, Kalol, Dashabdi Mahotsav, Shree Chamunda Mataji Mandir, 03.11.2023,
#RaolChavdaParivar #Nardipur #chamundamatajimandir
કલોલ : નારદીપુરના રાઓલ ચાવડા પરિવાર દ્વારા યોજાયો શ્રી ચામુંડા માતાજીના મંદિરનો ભવ્ય દશાબ્દિ મહોત્સવ