ઊંઝા શહેર ખાતે શ્રી ટહુકાની ચેહર પરિવાર દ્વારા અડાલજ શ્રી ટહુકાની ચેહર માતાજી મંદિરના ભુવાજી પરમ પૂજ્ય શ્રી સતિષભાઈના સામૈયા તથા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ઊંઝા માર્કેટના સરદાર ચોકથી ભુવાજી ની લાઈવ ડીજે હાથી ઘોડા સહિત ફૂલોવાળી બગીઓની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હેલિકોપ્ટરથી પરમ પૂજ્ય ભુવાજી ઉપર તથા તમામ શોભાયાત્રામાં જોડાયેલ ભાવિક ભક્તો ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ સરદાર ચોક થી નીકળેલી શોભાયાત્રા વિસનગર ચોકડી નજીક આવેલા ઉમિયા નગર ખાતે સમાપ્ત થઈ હતી, જ્યાં ભુવાજીના ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ, ત્યારબાદ સર્વે પધારેલ ભક્તોના ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી દિવ્યેશભાઈ પટેલ તથા પરમ પૂજ્ય ભુવાજી સતિષભાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Tahukani Chehar Parivar Unjha Arranged Samaiya and Sanman Samaroh of Param Pujya Bhuvaji Shree Satishbhai 26.10.2023
Shree Tahukani Chehar Parivar Unjha, Unjha, Mehsana, Samaiya, Sanman Samaroh, Param Pujya Bhuvaji Shree Satishbhai, 26.10.2023, Tahuka ni Chehar, Satishbhai Bhuvaji, Adalaj,