Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
અમદાવાદ : થલતેજ ગામના રબારી વાસ ખાતે આવેલા શ્રી મેલડી ધામ મંદિરના દિવ્ય સાનિધ્યમાં સમસ્ત મેલડી પરિવાર – લુણી દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન - online gujarat news

અમદાવાદના થલતેજ ગામના રબારી વાસ ખાતે શ્રી મેલડી માતાજીનુ સુંદર મંદિર આવેલું છે, જેને ગોવા જેસંગની મેલડી ધામ તરીકે ઓળખવામાં આવે છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે અહીંયા શ્રાદ્ધ પક્ષ નિમિત્તે પિતૃઓના મોક્ષાર્થે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સમસ્ત મેલડીમાં પરિવાર – લુણી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ પ્રથમ દિવસે ભુવાજી શ્રી મયુરભાઈ દેસાઈના નિવાસ્થાન સત્યમ બંગ્લોઝ થલતેજ ખાતેથી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જે પોથીયાત્રા લાઇવ ડીજે અને વરઘોડા તથા ફૂલોથી શણગારેલ બગીઓ સાથે શ્રી મેલડી માતાજીના નિજ મંદિરે પધારી હતી ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમા હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ કથા ૦૧.૧૦.૨૦૨૩થી શરૂઆત થઈને ૦૭.૧૦.૨૦૨૩ ના રોજ વિરામ પામશે જેનો સમય બપોરે ૩ વાગ્યાથી ૬ વાગ્યા સુધી નો રહેશે, જેમાં શ્રીમદ ભાગવત સપ્તાહના તમામ ધાર્મિક પ્રસંગો જેવા કે કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, નરસિંહ અવતાર, વામન અવતાર સહિત રાત્રિના સત્યનારાયણની કથા તથા ભજન સંતવાણી નું પણ આયોજન કરવામાં આવ્યું છે તથા ૦૮.૧૦.૨૦૨૩ના રોજ નારાયણ યજ્ઞનું માતાજીના નિજ મંદિર ખાતે આયોજન કરાયુ છે, જેમાં દરેક પધારેલ ભાવિક ભક્તોના ભોજન પ્રસાદનુ પણ ભવ્ય આયોજન કરવામા આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી ભુવાજી મયુરભાઈ દેસાઈ તથા કથાના વક્તા શ્રી વિમલભાઈ ગુરુજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Meldi Dham Thaltej Arranged Shreemad Bhagvat Saptah Gyanyagn 2023
Shree Meldi Dham, Thaltej, Mayur Meldi, Gova Jesang ni Meldi, Shreemad Bhagvat Saptah Gyanyagn, 2023, Mayurbhai Bhuvaji Thaltej,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *