Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગોધાવી ગામ ખાતે ઐતિહાસિક અને પૌરાણિક શ્રી શ્યામ મૌલેશ્વર મહાદેવજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં કુળદેવી શ્રી અંબિકા માતાજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, આ મંદિરની સ્થાપના 1482 ની સાલમાં કરવામાં આવી હતી અને ત્યારથી લઈને વીરત 596 વર્ષથી અહીંયા અખંડ જ્યોત પ્રજ્વલિત છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે શ્રાવણ માસનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં શ્રાવણ માસની અમાસ નિમિત્તે આજે અહીંયા મહા લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સમસ્ત મંદિરને સુંદર શણગારથી શણગારવામાં આવ્યું છે તથા રાત્રિના સમસ્ત ગ્રામજનોના ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી સંજયભાઈ ગોર મહારાજ તથા શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા ઉર્ફે રઘુભાઈ તથા જામભા દ્વારા આપવામાં આવી હતી, જ્યાં સમસ્ત ગ્રામજનો હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Shyam Mauleshwar Mahadev Godhavi Arranged Laghurudra Yagn on Shravan Vad Amas 15.09.2023
Shree Shyam Mauleshwar Mahadev Godhavi, Godhavi, Sanand, Laghurudra Yagn, Shravan Vad Amas, 15.09.2023,