ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામ ખાતે હાઇવે ઉપર ખુબ જ સુંદર અને ભવ્ય શ્રી છત્રેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે જન્માષ્ટમી તહેવારનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દર વર્ષે અહીંયા ભાતીગળ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દાદા દર્શનાર્થે તથા મેળાનો લાહવો મેળવવા ઉમટી પડ્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી અશોકભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Chhatreshwar Mahadev Mandir Chhatral Arranged Lokmelo on Janmashtami 2023
Shree Chhatreshwar Mahadev Mandir, Chhatral, Kalol, Gandhinagar, Lokmelo, Janmashtami, 2023,