વિદેશની ધરતી અમેરિકાના શિકાગો ખાતે આશિયાના બેંકવેટમા પ્રજાપતિ પરિવાર યુએસએ દ્વારા ભવ્યાતિભવ્ય વિશ્વ કક્ષાના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેને કન્વેનશન ૨૦૨૩ નામ અપાયું હતું, જે કાર્યક્રમ 29 તથા 30 જુલાઈ એમ બે દિવસ દરમિયાન યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે સાંજે પ્રજાપતિ સમાજના કુળદેવી જગતજનની શ્રી બ્રહ્માણી માતાજી તથા શ્રી અંબાજી માતાજીની ભવ્ય સામુહિક મહાઆરતી તથા ભોજન સમારંભ અને રાત્રીના શક્તિ અને ભક્તિ રૂપી ગુજરાતી સંસ્કૃતિના પારંપરિક રાસ ગરબા મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ, ત્યારબાદ મોડી રાત્રે માતાજીને થાળ અને ફુલહાર ચઢાવીને આરતી કરવામા આવી હતી તથા દ્વિતીય દિવસે એટલે કે ૩૦ જુલાઈના રોજ સવારે માતાજીના આરતી તથા અનુસ્ઠાન અને થાળ સાથે દીપ પ્રાગટય કરીને સ્નેહમિલન કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો, જેમા બાળકોના ડાન્સ તથા પ્રતિભાશાળી વ્યક્તિઓના સાંસ્કૃતિક કાર્યક્રમોનુ સુંદર આયોજન કરાયુ હતુ, ત્યારબાદ પધારેલ મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો અને છેલ્લે ગુજરાતના સુપ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર શ્રી સંજય રાવલ સાહેબ પ્રજાપતિ પરિવાર સંગઠન કમિટીના આમંત્રણથી વિશેષ રીતે ત્યાં શિકાગો ખાતે ઉપસ્થિત રહ્યા હતા ત્યાં તેમની મોટીવેશનલ સ્પીચનુ પણ સુંદર આયોજન કરાયુ હતુ, જેમા ખૂબ જ મોટી સંખ્યામા યુએસએમા રહેતા પ્રજાપતિ સમાજના બંધુઓ, ભાઈઓ, બહેનો વડીલો તથા બાળકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
પ્રજાપતિ પરિવાર યુએસએના શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમા અખંડીતતા તથા એકતા વધે તથા સમાજ પ્રગતિ અને ઉન્નતિના માર્ગે સતત આ રીતે જ આગળ વધતો રહે, એજ છે.
આવતા વર્ષે પણ આનાથી પણ વિશ્વસ્તરીય ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરવામા આવશે, જેમાં સમગ્ર પ્રજાપતિ સમાજ ખૂબ જ મોટી સંખ્યામા જોડાશે.
જુઓ સંપૂર્ણ એપિસોડ.

Prajapati Parivar USA arranged Convention 2023 At Chicago USA
Prajapati Parivar USA, Convention 2023, Sneh Milan, Chicago, USA, America, Prajapati Samaj

#PrajapatiParivarUSA #SnehMilanSamaroh2023

#Chicago #USA

Prajapati Parivar USA arranged Convention 2023 At Chicago USA
Prajapati Parivar USA, Convention 2023, Sneh Milan, Chicago, USA, America, Prajapati Samaj

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *