મહેસાણા જીલ્લાના કડી તાલુકા કૈયલ ગામે ૐ ભગવતી શ્રી મેલડીધામ ખાતે ગત તારીખ 3.7.2023 ના ગુરુપૂર્ણિમાના શુભ દિવસે ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારા ને જીવંત રાખી 14 મો તેજસ્વી તારલા સન્માન સમારંભમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉજ્જવળ પરિણામ લાવનારા તેજસ્વી તારલાઓ અને ધોરણ 10 – 12 માં સ્નાતક તથા અનુસ્નાતક ની પરીક્ષામા ઉચ્ચ ગુણ મેળવનાર વિધાર્થીઓ નુ સન્માન પરમ પૂજ્ય વંદનીય શ્રી રમણમાડી દ્રારા આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા માડી પરિવાર દ્વારા 160 તેજસ્વી તારલાઓનુ તેમજ મહાનુભાવોએ સન્માન કરવામા આવ્યુ હતું, આ પસંગે મુખ્ય મહેમાન તરીકે માન.શ્રી મોસમબેન મહેતા UPSC .CSE 2022 તેમજ માન. શ્રી ડૉ નયનભાઈ સોલંકી UPSC .CSE 2022 અને અતિથિ વિશેષશ્રીઓમાં શ્રી જયંતીભાઈ પંચાલ, શ્રી ચુનિભાઈ પંચાલ, શ્રી ગીરીશભાઈ રોહિત, શ્રી અમરતભાઈ રોહિત, શ્રી એ બી પરમાર, શ્રી નલીનભાઈ ઠક્કર વગેરે મહાનુભાવો દ્રારા તેજસ્વી તારલાઓનુ શક્તિપીઠ પુરસ્કાર-2023, પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરાયા હતા, તેમજ શ્રી રમણમાડી એ દરેક તારલાઓને આશિર્વચન આપ્યા હતા જેમા લગભગ ૫૦૦૦ જેટલા શ્રધ્ધાળુ માતાજીની દિવ્ય આરતી, દર્શન, ગુરૂપૂજા અને મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો
.
.