મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખાવડ ગામ ખાતે ઐતિહાસિક શ્રી આદ્યશક્તિ માતાજીનુ સુંદર મંદિર આવેલું છે, જ્યાં સાથોસાથ શ્રી મહાકાળી માતાજીનું પણ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, આ મંદિરને શક્તિધામ ખાવડ તરીકે ઓળખવામાં આવે છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે વૈશાખ સુદ ચૌદસ તથા પૂનમનો અહીંયા રૂડો મહિમા છે, જ્યાં 800 વર્ષથી પણ વધારે સમયથી માતાજીની માંડવી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ બે દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે માતાજીની શણગારેલી માંડવી ને સમગ્ર ગ્રામમાં યાત્રા કરાવવામાં આવી હતી, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 50000 થી પણ વધારે શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન તથા મેળાની મજા અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી દશરથભાઈ પટેલ, શ્રી અજીતભાઈ પટેલ તથા શ્રી અનિલભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Shakti Dham Mandir Khavad Celebrated Mandavi Mahotsav 2023
Shree Shakti Dham Mandir Khavad, Khavad, Kadi, Mehsana, Mandavi Mahotsav, 2023,