મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બેચરપુરા ગામ ખાતે ઐતિહાસિક શ્રી ચેહર માતાજીનું મંદિર આવેલું છે, મંદિરમાં શ્રી ચેહર માતાજીની સાથે શ્રી સેમોજ માતાજી, શ્રી વેરાઈ માતાજી, શ્રી ગોગા મહારાજ, શ્રી મહાદેવજી તથા શ્રી રામદેવજી મહારાજ પણ ખૂબ જ દિવ્ય અને તેજમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ થાય છે, એ જ રીતે લાછડી ગામના શ્રી મનુભાઈ પટેલનો સંકલ્પ અને શ્રદ્ધા પૂર્ણ થતા તેમના દ્વારા અહીંયા ભવ્ય નવચંડી મહાયજ્ઞ તથા ભક્તિ અને શક્તિરૂપી ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે સર્વે ભાવિક ભક્તોના ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી ભુવાજી કાનજીભાઈ દેસાઈ તથા શ્રી મનુભાઈ પટેલ લાછડીવાળા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Chehar Mataji Mandir Becharpura Arranged Navchandi Yagn and Ramel by Shree Manubhai Patel Lachhadivala
Shree Chehar Mataji Mandir, Becharpura, Navchandi Yagn, Ramel, Shree Manubhai Patel Lachhadivala,