મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સોનવડ ગામ ખાતે સમસ્ત સોલંકી ઠાકોર પરિવાર દ્વારા શ્રી બહુચર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 તથા 23 માર્ચ દરમ્યાન યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ સહિત રાત્રિના રાસ ગરબા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તથા દ્વિતીય દિવસે ડી જે વરઘોડા સાથે ભવ્ય શોભાયાત્રા અને બપોરે 12.39 ના વિજય મુહૂર્તમા માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં શ્રી બહુચર માતાજીની સાથોસાથ શ્રી ચામુંડા માતાજી, શ્રી મેલડી માતાજી તથા શ્રી વીર મહારાજની સુંદર પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા નિજ મંદિરમાં કરાઈ હતી ત્યારબાદ સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ પછી રાત્રિના માતાજીની ભક્તિ અને શક્તિરૂપી રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત પરિવારજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ગણપતજી ઠાકોર, ભુવાજી ફુલાજી, શ્રી બળદેવજી, શ્રી રણજીતજી તથા શ્રી સુરેશજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Solanki Thakor Parivar Sonvad Arranged Shree Bahuchar Mataji Pran Pratishtha Mahotsav
Samast Solanki Thakor Parivar, Sonvad, Shree Bahuchar Mataji, Pran Pratishtha Mahotsav, Kadi, Mehsana,