ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામ ખાતે ખૂબ જ પૌરાણિક શ્રી રામદેવપીર ભગવાનનું સુંદર મંદિર આવેલું છે, જેને મીની રણુજા ધામ તરીકે ઓળખવામાં આવે છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિર ખાતે દરેક મહિનાની બીજના રોજ પાઠનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આજે ૧૦૦મા દિવ્ય પાઠનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા, મહેમાનશ્રીઓ-દાતાશ્રીઓના સત્કાર સમારંભ તથા ભોજન સમારંભ અને રાત્રિના 33 જ્યોતિ દિવ્ય પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો તથા દર્શનાર્થીઓ બાપાના દિવ્ય દર્શન કરીને ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી દિનેશભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramdevpir Mandir Charada Arranged 100th Divya Jyot Paath on 23.03.2023
Shree Ramdevpir Mandir, Charada, Mansa, 100th Paath, Divya Jyot Paath, 23.03.2023, Mini Ranuja Dham Charada, Gandhinagar,