ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રામનગર ગામ ખાતે ઐતિહાસિક શ્રી મહાકાળી માતાજીનું સુંદર મંદિર આવેલું છે, જેને ધન તલાવડીના મહાકાળી માતાજી તરીકે ઓળખવામાં આવે છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ થાય છે, એ જ રીતે આજરોજ મહાકાળી યુવક મંડળના 40 યુવાનોની દિવ્ય પ્રેરણાથી ભક્તિ અને શક્તિરૂપી ભવ્ય રમેલનું આજે રાત્રે આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે ભવ્ય શોભાયાત્રા તથા ટહુકાની ચેહરના ભુવાજી શ્રી સતિષભાઈ ભુવાજીના ભવ્ય સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગતે શ્રી ગાંડાભાઈ પટેલ, શ્રી કુબેરભાઈ પટેલ તથા શ્રી રમેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Mahakali Mataji mandir Ramnagar Kalol arranged Jatar Mahotsav 11.03.2023


Shree Mahakali Mataji mandir, Ramnagar, Kalol, Jatar, 11.03.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *