મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુલતાનપુર ગામ ખાતે શ્રી હરસિધ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 10 11 તથા 12 માર્ચ દરમિયાન યોજાઇ રહ્યો છે, જેમાં આજે દ્વિતીય દિવસે યજ્ઞ પૂજન તથા ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન પ્રથમ દિવસે કોયલા ડુંગરના શ્રી હરસિધ્ધિ માતાજીના મંદિરથી જ્યોત લાવવામાં આવી હતી, જે જ્યોતની સામૈયા સહિત ભવ્ય શોભાયાત્રા આયોજન કરાઇ હતી, તથા તૃતીય અને અંતિમ દિવસે માતાજીની દિવ્યમૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તથા સાંજે ભવ્ય યજ્ઞ પૂર્ણાહુતિ યોજાશે, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા પ્રાણ પ્રતિષ્ઠા ની વિગત ગામના શ્રી પૂર્વ ડેલિકેટ બાબુજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ,
Shree Harsiddhi MataJi Murti Pran Pratishtha Mahotsav Sultanpur Vadnagar Mehsana
Shree Harsiddhi MataJi Murti Pran Pratishtha Mahotsav Sultanpur Vadnagar Mehsana