મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકાના રામપુરા (કટોસણ) ગામ ખાતે આઈ શ્રી ખોડિયાર માતાજીનુ નવીન મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ત્રિદિવસીય ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસે લાઈવ ડી જે સાથે ભવ્ય શોભાયાત્રા તથા યજ્ઞ પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન રાત્રિના રાસ ગરબા તથા ડાયરા અને સંતવાણી નું પણ આયોજન કરવામાં આવ્યું છે તથા આવતી કાલે દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સાંજે યજ્ઞ પૂર્ણાહુર્તિ યોજાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત યજ્ઞના આચાર્યશ્રી અમરીશભાઈ મહેતા તથા શ્રી રમણભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Aai Shree Khodiyar Mataji Mandir Bhavya Murti Pran Pratishtha Mahotsav Rampura (Katosan)
Aai Shree Khodiyar Mataji Mandir, Bhavya Murti Pran Pratishtha Mahotsav, Rampura, Katosan, Jotana, Mehsana,