ગુજરાતના મંદિરોના કેમ્પેઇન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા મહેસાણાના ગોજારીયા ગામ ખાતે જ્યાં શ્રી દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજ સંચાલિત શ્રી બ્રહ્માણી માતાજીનુ ખુબ જ સુંદર મંદિર આવેલું છે, ટ્રસ્ટ દ્વારા અહીંયા ભવ્ય દશાબ્દિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જે કથા મહોત્સવ 28 ફેબ્રુઆરીથી લઈને 6 માર્ચ સુધી ચાલશે, જેમાં અનેકવિધ ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ કથાના મુખ્ય યજમાન શ્રી કેશવલાલ સેંધાભાઈ પ્રજાપતિ ના નિવાસ્થાન ટીંટોદણ મુકામેથી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જે પોથીયાત્રા ટીંટોદણ ગામથી નીકળીને ગોજારીયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે આવી હતી, ત્યાં મુખ્ય યજમાન શ્રી કેશવભાઈનુ સામાજીક અગ્રણીઓ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતુ, તથા પરમ પૂજ્ય યોગનિષ્ઠ માઁ અગ્નિશિખાજી દ્વારા સુંદર કથાનું રસપાન કરવામાં આવ્યું હતુ, જેમાં સાથે સમગ્ર સમાજબંધુઓ તથા ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી કેશવલાલ પ્રજાપતિ, શ્રી વસંતભાઈ પ્રજાપતિ, શ્રી ગોપાલભાઈ પ્રજાપતિ, માતાજી શ્રી અગ્નિશિખાજી તથા મહંત શ્રી રામ સ્વરૂપદાસજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Dandhavya Chhasath Prajapati Samaj Gojariya Arranged Shreemad Devi Bhagvat Gyanyagn on Occasion of Shree Brahmani Mataji Mandir Dashabdi Mahotsav 2023

Shree Dandhavya Chhasath Prajapati Samaj, Gojariya, Shreemad Devi Bhagvat Gyanyagn, Shree Brahmani Mataji Mandir, Dashabdi Mahotsav, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *