અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના જેતલપુર ગામ ખાતે ઠાકોર ક્ષત્રિય સમાજ દસ્ક્રોઈ ટ્રસ્ટ દ્વારા ભવ્ય પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 11 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ મહેમાન તથા દાતાશ્રીઓને અને પધારેલ સંતો મહંતોના સત્કાર સમારંભ બાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષો ઉલ્લાસ સાથે સમગ્ર સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમમા કેન્દ્રીય દૂર સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસાઈ, સરખેજ ભારતી આશ્રમ ના મહંત શ્રી રુષિભારતી બાપુ વિશેષ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી હિતેન્દ્રસિંહ સોઢા દ્વારા આપવામાં આવી હતી, જ્યાં ટ્રસ્ટના પ્રમુખશ્રી શૈલેશસિંહ રાઠોડ સમગ્ર સમિતિના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Thakor Kshatriya Samaj Daskroi Trust Jetalpur Arranged 1st Samuh Lagnotsav 23.02.2023
Thakor Kshatriya Samaj Daskroi Trust, Jetalpur, Daskroi, Samuh Lagnotsav, 23.02.2023,