મહેસાણા જિલ્લાના કડી શહેરમાં જય વિનાયક સીટી ખાતે નવનિર્માણ પામેલ શ્રી સિદ્ધિવિનાયક મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રાયશ્ચિત વિધિ સાથે યજ્ઞશાળામાં દરેક યજમાનો દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા સમગ્ર વિસ્તારની ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી.
22 થી 24 ફેબ્રુઆરી ના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અનેકવિધ સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકડાયરો, રાસ ગરબા તથા ભવ્ય શોભા યાત્રા તથા દાદાની દિવ્યમૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અંતિમ દિવસે કરવામાં આવશે.
મંદિર તથા મંદિરના કાર્યક્રમોની સંપૂર્ણ વિગત યજ્ઞના આચાર્યશ્રી અમરીશભાઈ મહેતા, શ્રી ગૌતમભાઈ પટેલ તથા શ્રી તારક શુક્લ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shree Sidhdhi Vinayak Mandir Jay Vinayak City Kadi Mehsana
Shree Sidhdhi Vinayak Mandir, Jay Vinayak City, Kadi, Mehsana,