Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાપાવાડા ગામ ખાતે શ્રી નર નારાયણ દેવ દેશ તાબાનુ ભવ્ય અને સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જ્યાં શ્રી ઘનશ્યામ મહારાજ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેક રીતે ધાર્મિક ઉત્સવની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ મંદિરના દિવ્ય પાંચમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અહીંયા શ્રીમદ સત્સંગીજીવન પંચદીનાત્મક જ્ઞાનયજ્ઞનુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જે પંચ દિવસીય મહોત્સવ 11 ફેબ્રુઆરી થી શરૂઆત થઈને 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, જેમાં કથા મહોત્સવ ની સાથોસાથ રાત્રીના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ હર્ષોઉલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં સંતો મહંતો તથા ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના રાજેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી જ્યાં શ્રી હરિભક્ત ઘનશ્યામભાઈ પટેલ સહિત અન્ય ગ્રામજનો પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shri NarNarayan Desh Taba Shri Swaminarayan Mandir Sapavada celebrated 5th patotsav
Shri NarNarayan Desh Taba, Shri Swaminarayan Mandir, Sapavada, 5th patotsav,