અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ભીતિયા ગામના હરણીયાવ ની મુવાડીના આંબાવાડીયા ખાતે શ્રી મસાણી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, અહીંયા મસાણી મેલડી માતાજીની સાથોસાથ શ્રી જોગણી માતાજી, શ્રી મેલડી માતાજી તથા શ્રી દિપેશ્વરી માતાજી પણ બિરાજમાન છે, મંદિર ખાતે દર રવિવારે તથા મંગળવારે માતાજીની બેઠક યોજાય છે, જેમાં સમગ્ર પંથકમાંથી હજારો ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે, માગશર સુદ પૂનમનો અહીંયા અનેરો મહિમા હોય છે, જ્યાં આજના દિવ્ય દિવસે છઠ્ઠા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અહીંયા ધ્વજા આરોહણ તથા યજ્ઞ પૂજન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી માતાજીના સેવક શ્રી સનાજી ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Masani Meldi Mataji Mandir Haraniyavni Muvadi Bhitiya Arranged 6th Patotsav 08.12.2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *