Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડાવસ્વામી ગામ ખાતે શ્રી બુટ ભવાની માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા ભવ્યાતિભવ્ય રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસે યજ્ઞ પૂજન તથા ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સાયલાના ગાદીપતિ શ્રી દુર્ગા પ્રસાદ મહારાજન, કલોલ સત્યનારાયણ મંદિરના મહંત શ્રી રામમનોહરદાસજી મહારાજ તથા શ્રી વિજય હનુમાન આશ્રમ ધમાસણા થી શ્રી દંડી બાપુ સહિત અનેક સામાજિક તથા ધાર્મિક અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી રમેશભાઈ પટેલ તથા એનઆરઆઇ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree But Bhavani Mataji mandir, VadavSwami, Kalol, Rajat Jayanti Mahotsav, 2022,
Shree But Bhavani Mataji mandir VadavSwami Kalol Rajat Jayanti Mahotsav 2022