મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પામોલ ગામ ખાતે શ્રીદેવી માનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રીદેવી માં ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, ગ્રામજનોના કહેવા પ્રમાણે આ મૂર્તિની એક વિશેષતા છે કે જ્યાં માતાજીના ગળામા મણીધર નાગ બિરાજમાન છે અને આ રીતે ની મૂર્તિ સમગ્ર ભારતભરમાં માત્ર ત્રણ જ જગ્યાએ આવેલી છે, જેમાં એક મૂર્તિ જયપુર ખાતે બીજી દક્ષિણ ભારતમાં અને ત્રીજી મહેસાણા જિલ્લાના પામોલ ગામ ખાતે આવેલી છે.


મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે નવરાત્રીનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આસો મહિનામાં અહીંયા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે ગરબા ના તાલે જુમી ઉઠ્યા છે.


મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી ગોવિંદભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.


તો આવો નવલી નવરાત્રીમા કરીએ દર્શન પામોલ ગામ ખાતે બિરાજમાન શ્રી દેવી માઁના


જુઓ સંપૂર્ણ એપિસોડ

Devi Maai Mandal Pamol Vijapur Arranged Navratri Mahotsav 2022 at Shree Devi Maa Mandir Pamol

Devi Maai Mandal, Pamol, Vijapur, Navratri Mahotsav, 2022, shree Devi Maa Mandir Pamol,

#Pamol #DeviMaaiMandal #DeviMaMandir #Vijapur #Mehsana

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *