મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ફુલેત્રા ગામ ખાતે શ્રી ફૂલનાથ દાદા નું અતિ ભવ્ય અને પૌરાણિક મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે ફૂલનાથ દાદા અન્નક્ષેત્ર સેવા મંડળ દ્વારા આ વર્ષે જન્માષ્ટમી નિમિત્તે ભવયાતીભવ્ય ધજા મહોત્સવ તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જન્માષ્ટમીના દિવસનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં પારંપરીક ભાતીગળ લોકમેળો પણ ભરાય છે, જેમાં હજારોની સંખ્યામાં દાદાના દર્શનાર્થે લોકો ઉમટી પડે છે તથા મેળાનો આનંદ લે છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી ખોડાજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Fulnathdada Mandir Fuletra Kadi Arranged Janmashtami Lok Melo 2022
Shree Fulnathdada Mandir Fuletra, Fuletra, Kadi, Janmashtami, Lok Melo, 2022,