સમગ્ર દેશમાં પવિત્ર શ્રાવણ માસની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવ મંદિરોમા બમ ભોલેના ઘંટનાથથી ગુંજી રહ્યા છે, ત્યારે આપણે આજે આવ્યા છીએ ગાંધીનગર નજીકના દેવો ના દેવ અને નાથો ના નાથ અમરનાથ ધામ ખાતે જ્યાં બાબા અમરનાથની સાથોસાથ 12 દાદર્શ જ્યોતિર્લિંગના દર્શન થાય છે.
અમદાવાદથી દર વર્ષે ઉપડતી અને બાબા અમરનાથ ધામ પહોંચતી કાવડ યાત્રા આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે અહીંયા પહોંચી હતી, જેમાં હજારોની સંખ્યામાં કાવડયાત્રીઓ પવિત્ર ગંગાજળ લઈને અમરનાથ ધામ પહોંચ્યા હતા, દરેક પદયાત્રીઓ દ્વારા અહીંયા બારે બાર જ્યોતિર્લિંગ ઉપર જળાભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બાબા અમરનાથ ધામ ખાતે ધ્વજા આરોહણ અને 751 દીવડાની મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિક ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતુ.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત વિશ્વ કલ્યાણ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દિપકભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
તો આવો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કરીએ દર્શન શ્રી અમરનાથ ધામના,
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Amarnath Dham Amrapur Gandhinagar Honoured of Kavadyatra 2022
Shree Amarnath Dham Amrapur, Amarnath Dham, Gandhinagar, Kavadyatra 2022,