અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કમીજલા ગામ ખાતે કમીજલા વનથળ રોડ ઉપર કેશવપુરા પાટિયા ખાતે આઈ શ્રી મોગલ માતાજી તથા આઈ શ્રી સોનલ માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી પ્રારંભ થયો હતો, જેમાં આજે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો તથા ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
આ દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૯ તથા ૨૦ મે ૨૦૨૨ દરમિયાન યોજાશે, જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા તથા રાત્રીના રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, તથા દ્વિતીય દિવસે ૧૧ કુંડી મહાયજ્ઞ સહિત વૈદિક મંત્રોચ્ચાર સાથે 12:39 માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવશે તથા સાંજે યજ્ઞ પૂર્ણાહૂતિ બાદ રાત્રીના ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો માયાભાઈ આહીર, જીગ્નેશ કવિરાજ દ્વારા ભવ્ય લોકડાયરાની રંગત બોલાવશે જેમા હજારોની સંખ્યામાં ભાવિક ભકતો જોડાશે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી વિક્રમભાઈ પરમાર તથા ગુરુશ્રી હરિબાપુ વનથળ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Aai Shree Mogal Tatha Aai Shree Sonal Mataji Mandir Pran Pratishtha Mahotsav Kamijala Viramgam
Aai Shree Mogal, Aai Shree Sonal Mataji Mandir, Pran Pratishtha Mahotsav, Kamijala, Viramgam,