સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાથરોલ ગામ ખાતે નવ્ય, દિવ્ય અને ભવ્ય શ્રી રામજી મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ભવ્યાતિભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે, જેના આજે પ્રથમ દિવસે યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમના પ્રથમ દિવસે યજ્ઞશાળા નો પ્રારંભ તથા રાત્રીના રાસ-ગરબાનું આયોજન રાખવામાં આવેલ છે, તો દ્વિતીય દિવસે ભવ્ય જળયાત્રા તથા શોભાયાત્રા અને રાત્રીના ડાયરાનુ આયોજન કરવામાં આવ્યું છે તથા અંતિમ અને તૃતીય દિવસે શ્રી રામ દરબાર ની ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા યજ્ઞ પૂર્ણાહૂતિ અને રાત્રીના રાસ-ગરબાનું આયોજન કરવામાં આવેલ છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramji Mandir Pran Pratishtha Mahotsav Hathrol Himatnagar
Shree Ramji Mandir, Pran Pratishtha Mahotsav, Hathrol, Himatnagar,