તાલુકા-જિલ્લા મહેસાણાના પાંચોટ ગામ માં શ્રી મેલડી માતાજી નું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિરના જય માડી પરિવાર દ્વારા દર વર્ષે અલગ-અલગ ધાર્મિક ઉત્સવો તથા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, તે જે રીતે અહીંયા 15માં દિવ્ય પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્યાતિભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો જોડાયા હતા. દ્વિતીય દિવસે મંદિરના પરિસરમાં ખૂબ જ સુંદર નવચંડી હવન તથા મહાપ્રસાદ પણ આયોજન કરવામાં આવ્યુ છે.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના સરપંચ શ્રી લલીતભાઈ પટેલ તથા શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં માતાજી ના સેવક શ્રી અશોકભાઈ પી. જાની સમગ્ર પરિવાર સહિત હાજર રહ્યા હતા.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Jay Madi Parivar Panchot Arranged 15th Patotsav of Shree Meldi Mataji Mandir.


Jay Madi Parivar Panchot, Panchot, Mehsana, 15th Patotsav, Shree Meldi Mataji Mandir,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *