પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામ ખાતે ઘાનાવાડ રોડ પર શ્રી વહાણવટી ફાર્મ ખાતે શ્રી પુરીબાના ઓરતાના દેવ શ્રી સિકોતર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ભવ્યાતિભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી સાગર પટેલ દ્વારા ભવ્ય રંગત બોલાવવામાં આવી હતી તથા આજરોજ દ્વિતીય દિવસે ભવ્ય યજ્ઞપૂજન સાથે રાત્રીના શ્રી દિવ્યાબેન ચૌધરી ના ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવેલ છે અને અંતિમ દિવસે શ્રી સિકોતર માતાજી, શ્રી વીર મહારાજ તથા શ્રી ગોગા મહારાજની દિવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે તથા સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ બાદ સમગ્ર ગ્રામજનોના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે, ત્યાર બાદ રાત્રીના શક્તિ અને ભક્તિ રૂપી માતાજીની ભવ્ય રમેલ યોજાશે, જેમાં મુકેશ વજાપુર દ્રારા માતાજી ના ગુણલા ગાવા માં આવશે, જેમાં સમસ્ત માઇભકતો હર્ષોલ્લાસ સાથે જોડાશે.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી શૈલેષભાઈ પટેલ તથા શાસ્ત્રીજી મુકેશભાઈ રાવલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Sikotar Mataji Mandir Kunvara Arranged Photo Pran Pratishtha Mahotsav 2022


Shree Sikotar Mataji Mandir Kunvara, Shree Puribana ortana dev, Kunvara, Sidhdhpur, Patan, Photo Pran Pratishtha Mahotsav, 2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed