અમદાવાદ જિલ્લાના ભુવાલડી ગામ ખાતે જે. કે. ગ્રુપ દ્વારા ભવ્યાતિભવ્ય અને જાજરમાન પ્રથમ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ઠાકોર સમાજના કુલ ૫૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં મા-બાપ વગરની દીકરીઓને એક એક લાખ રૂપિયાના બોન્ડ પણ આપવામાં આવ્યા હતા, સમસ્ત સમુહ લગ્નોત્સવનું આયોજન ખુબ જ મોટા એસી ડોમમાં કરવામાં આવ્યું હતુ, જેમાં જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી ત્યારબાદ મહેમાનશ્રીઓ, દાતાશ્રીઓ તથા રાજકીય આગેવાનોના સન્માન સમારોહ બાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓની વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર જ્ઞાતિબંધુઓ સહિત આગેવાનો જોડાયા હતા.
કાર્યક્રમમાં દિકરીઓને આશિર્વાદ આપવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ સહિત અનેક કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો તથા સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત આયોજક એવા અમદાવાદ જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતાશ્રી જનકભાઇ ઠાકોર, અમદાવાદ જિલ્લા પંચાયતના સિંચાઈ, સહકાર અને ઉત્પાદન સમિતિના ચેરમેન શ્રી કુંજનસિંહ ચૌહાણ તથા વાંચ ગામના અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી કાંતિજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

J K Group Bhuvaladi Arranged Samuh Lagnotsav Ahmedabad 09.05.2022


J K Group, Bhuvaladi, Samuh Lagnotsav, Ahmedabad, 09.05.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *