મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચંદનપુરા ગામ ખાતે ભવ્યાતિભવ્ય શ્રી રામજી મંદિર નિર્માણ પામ્યુ છે, જ્યાં શ્રી રામજી મંદિરની સાથો સાથ શ્રી ઉમિયા માતાજી મંદિર તથા શ્રી રાધા-કૃષ્ણ મંદિરનું પણ સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે, આજરોજ મંદિરના નવ્ય, દિવ્ય અને ભવ્ય ત્રિદીવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરાયું છે, જેના આજે પ્રથમ દિવસે યજ્ઞશાળા નો પ્રારંભ થયો હતો તથા ગામમાં ઊંઝા માં ઉમિયાની દિવ્યજ્યોત નું આગમન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૪ થી ૬ મે ૨૦૨૨ દરમિયાન યોજાશે, જેમાં પ્રથમ દિવસે યજ્ઞશાળા નો પ્રારંભ તથા રાત્રીના ગરબા મહોત્સવ, દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા સહિત રાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, તથા અંતિમ અને તૃતીય દિવસે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા મહેમાનોના સ્વાગત સત્કાર વિધિ અને યજ્ઞ પૂર્ણાહૂતિ કરવામાં આવશે, જેમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક રાજકીય તથા સામાજિક અગ્રણીઓ જોડાશે તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમા ગુજરાતના ખ્યાતનામ કલાકારો એવા શ્રી માયાભાઈ આહીર, પ્રીતિબેન પટેલ તથા સાગર પટેલ રંગત જમાવશે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત ગામના શ્રી કનુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramji Mandir Pran Pratishtha Mahotsav Chandanpura કડી
Shree Ramji Mandir Chandanpura, Kadi, Mehsana, Pran Pratishtha Mahotsav, Chandanpura, Kadi, Shree Radhakrishna Mandir, Shree Umiya Mataji Mandir,