તાલુકા જીલ્લા આણંદના વલાસણ ગામ ખાતે સુપ્રસિદ્ધ શ્રી મેલડી માતાજીનુ અતિ પૌરાણિક મંદિર આવેલુ છે, માતાજી અહીંયા વલાસણના કેરડાવાળી મેલડીના નામથી સમગ્ર ગુજરાતમા પ્રખ્યાત છે, અહીંયા માતાજીનુ નવીન ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ કરવામા આવ્યો હતો, જે મહોત્સવ 3 મે થી 8 મે સુધી યોજાશે, આજે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, ત્યારબાદ રોજ રોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન રાખેલ છે, જેમા ગુજરાતના સુપ્રસિદ્ધ અને નામાંકિત કલાકારો એવા કિંજલ દવે, કિર્તીદાન ગઢવી, ગીતા રબારી તથા રાજલ બારોટ દ્રારા રોજ રંગત બોલવામા આવશે, જેમાં હર્ષોઉલ્લાસ સાથે સર્વે માઈ ભક્તો લાખોની સંખ્યામા જોડાશે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી મેલડી માતાજી ટ્રસ્ટ, વલાસણના પ્રમુખ શ્રી દશરથભાઇ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Meldi Mataji Mandir Trust Valasan Arranged Bhavya Murti Pran Pratishtha Mahotsav of Shree Meldi Mataji Mandir
Shree Meldi Mataji Mandir Trust Valasan, Valasan, Aanand, Murti Pran Pratishtha Mahotsav, Shree Meldi Mataji Mandir Valasan,