તાલુકા જિલ્લાના મહેસાણા ચલુવા ગામમા શ્રી વેરાઈ માતાજીનુ ખૂબ જ ઐતિહાસિક મંદિર આવેલું છે, જેને ગામ ટોળાના માતાજી તરીકે ઓળખવામાં આવે છે, માતાજીના સેવક શ્રી રમેશજી ભગત દ્વારા એમની દિવ્ય પ્રેરણાથી અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં દર રવિવારે અહીં ભોજન પ્રસાદ તથા કૂતરાઓને રોટલા અને પક્ષીઓને ચણનું આયોજન કરવામાં આવે છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો પણ ઉજવાય છે, એ જ રીતે આજરોજ ભવ્ય 17માં પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારથી જ મંદિર ખાતે યજ્ઞ પૂજન તથા મહાપ્રસાદ અને ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના સરપંચશ્રી પ્રધાનજી ઠાકોર તથા શ્રી અજય દેસાઇ દ્વારા આપવામા આવી હતી. જ્યાં ભૂપતજી ઠાકોર તથા અન્ય સેવકો પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Verai Mataji Mandir Chaluva Arranged 17th Patotsav 22.04.2022
Shree Verai Mataji Mandir Chaluva, Chaluva, Mehsana, 17th Patotsav, 22.04.2022,