ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામ માં ઐતિહાસિક એવુ શ્રી જહું માતાજીનુ ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જે મંદિર યુ.એસ.એ જહુ શક્તિપીઠ એમ કરીને સમગ્ર ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે, આ મંદિરની જ્યોત ધારણોજ જહુ માતાજીના મંદિરથી લાવવામાં આવી હતી એટલે જ ચરાડા ના જહુ માતાજી દિવ્ય દર્શન એટલે ધારણોજના જહુ માતાજીના દર્શન સમકક્ષ ગણવામાં આવે છે, મંદિરમાં શ્રી જહુ માતાજી ની સાથોસાથ શ્રી સાંઈબાબા પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે. મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો પુજ્ય મુકેશનાથ બાપુના પૂર્વજો દ્વારા આ સ્થાનક ઉપર વર્ષોથી નાની દેરી હતી અને ત્યાં માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવતી હતી, ત્યારબાદ દશ વર્ષ પૂર્વે 15.04.2012ના દિવ્ય દિવસે માતાજીનો ભવ્યતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજી માતાજીને અહીંયા તેજોમય પ્રતિમા બિરાજમાન કરવામાં આવ્યા હતા, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે જે રીતે અહીંયા દર ગુરુવારે અને રવિવારે શ્રી મુકેશનાથ બાપુ ની બેઠક યોજાય છે, તથા દર પૂનમે અહીંયા અવિરત 20 વર્ષથી સદાવ્રત ચલાવવામાં આવે છે, જ્યાં માતાજી અને બાપુના દર્શનાર્થે હજારો ભાવિક ભક્તો નું ઘોડાપુર ઉમટી પડે છે, અને માતાજી દ્વારા સૌની મનોકામના પૂર્ણ કરવામાં આવે છે.
મંદિર દ્વારા દર વર્ષે ભવ્ય પાટોત્સવ ની ઉજવણી પણ કરવામાં આવે છે એ જ રીતે આ વર્ષે પણ દશમા દિવ્ય પાટોત્સવ એટલે કે દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમગ્ર દિવસ દરમિયાન ભવ્ય નવચંડી યજ્ઞ તથા રાત્રીના શ્રી રામદેવજી મહારાજના 33 જ્યોતના દિવ્ય પાઠનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
તો આવો દિવ્ય દર્શન કરીએ ચરાડા ગામ ખાતે બિરાજમાન શ્રી જહુ માતાજીના મંદિરના.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree USA Jahu Mataji Mandir Charada Arranged 10th Patotsav on 15.04.2022
Shree USA Jahu Mataji Mandir Charada, charada, mansa, gandhinagar, jahu mataji mandir, 10th Patotsav, dashabdi mahotsav, 15.04.2022,