ગાંધીનગર જીલ્લાના કલોલ શહેરના શ્રી રામ ચોક ખાતે શ્રી રામ યુવક મંડળ દ્વારા શ્રી હનુમાનજીનુ સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે શુભારંભ કરવામા આવ્યો હતો, જેના આજે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, તથા આવતીકાલે વૈદિક મંત્રોચ્ચાર સહિત શ્રી હનુમાનજીની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવશે, જેમા સમસ્ત વિસ્તારના લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી કાર્યક્રમની વિગત ડૉ. શૈલેશભાઈ શાસ્ત્રી, શ્રી જોગેશ પટેલ તથા શ્રી રામયુવક મંડળના પ્રમુખ, વર્લ્ડ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કમિશનના રાષ્ટ્રીય સભ્ય, રાષ્ટ્રીય બ્રાહ્મણ યુવાજન સભા ભારતના રાષ્ટ્રીય મંત્રી, પેસેન્જર વેલ્ફર અશોશીએશન ભારતના રાષ્ટ્રીય મંત્રીશ્રી ડૉ. જાયેંદ્ર કે. રાવલ દ્વારા અપાઇ હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Bahuchar Mataji Ambaji Mataji Pran Pratishtha Mahotsav Nasmed
Shree Bahuchar Mataji, Shree Ambaji Mataji, Pran Pratishtha Mahotsav, Nasmed, Kalol, Gandhinagar,