Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઇન ગુજરાત ન્યુઝ મા, હું છુ રિપોર્ટર કૌશિક, ગુજરાતના મંદિરો ના કેમ પીઠડ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામમા જ્યાં શ્રી રામદેવપીર ભગવાનનું ખુબ જ સુંદર અને ઐતિહાસીક મંદિર આવેલું છે, જ્યાં રામદેવપીર ભગવાન ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિરમાં શ્રી ગોગા મહારાજ નું મંદિર તથા શ્રી આલજી બાપાની જીવંત સમાધિ પણ આવેલી છે, આ મંદિરની પૂજા અર્ચના શ્રી આલજીબાપા દ્વારા શરૂ કરવામાં આવી હતી અને અત્યારે સાતમી પેઢી સુધી આ પરંપરાગત પૂજા-અર્ચના મંદિરમાં રોજ ચાલતી આવી છે. મંદિરમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી વર્ષ દરમિયાન કરવામાં આવે છે, એ જ રીતે ભાદરવા સુદ અગિયારસ નો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં અહીંયા પરંપરાગત લોકમેળો યોજાય છે જેમાં મોટી સંખ્યામાં લોકો રામદેવપીર ભગવાનના દર્શન કરવા ઊમટી પડે છે તથા ભજન-કીર્તન કરવામાં આવે છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ભરતજી ઠાકોર તથા શ્રી અમરતજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
તો આવો ભાદરવા સુદ અગિયારસના દિવ્ય દિવસે કરીએ દર્શન વાલમ ગામ ખાતે બિરાજમાન શ્રી રામદેવપીર ભગવાનના
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramdevpir Mandir Valam Arranged Lokmelo on Bhadrva Sud Agyaras 17.09.2021
Shree Ramdevpir Mandir Valam, Valam, Visnagar, Mehsana, Bhadrva sud Agiyaras,