અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભાવડા ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજનુ ખૂબ જ સુંદર મંદીર આવેલુ છે, જેમા શ્રી રામદેવજી મહારાજ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, સાથોસાથ અહિયા શ્રી ખોડિયાર માતાજીનું મંદિર પણ આવેલું છે, મંદિરમાં રામદેવજી મહારાજના જીવન ચરિત્ર ના સુંદર ચિત્રો અંકિત કરવામાં આવ્યા છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી વર્ષ દરમિયાન કરવામાં આવે છે, તે જ રીતે આ વર્ષે પણ રામદેવપીર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ રાત્રીના ભજન સંતવાણી અને રામદેવપીર મહારાજ ના ગુણલા ગાવા માટે સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાય છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી ગામના શ્રી લક્ષ્મણજી ઠાકોર, ભીખારામ મહારાજ, કનુભાઈ તથા કાનજીભાઈ દ્વારા આપવામા આવી હતી.
તો આવો રામદેવપીર નવરાત્રી મહોત્સવ નિમિત્તે કરીએ દર્શન ભાવડા ગામમા બિરાજમાન શ્રી રામદેવજી મહારાજના.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramdevpir Mandir Bhavda Divya Darshan on Ramdev Navratri Mahotsav 2021
Bhavda, Dascroi, Ahmedabad, Ramdevpir Mandir Bhavda, રામદેવપીર મંદિર ભાવડા, ભાવડા, દસક્રોઈ, અમદાવાદ.