તાલુકા-જિલ્લા ગાંધીનગરના અંબાપુર ગામ માં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સુંદર મંદીર આવેલુ છે, જ્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, ગામના શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ તથા સમસ્ત સત્સંગ પરિવાર અંબાપુર દ્વારા મંદિરના દિવ્ય 45મા પાટોત્સવ નું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે સુંદર મહાપુજા, અભિષેક તથા સંતો દ્વારા અન્નકૂટની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત મંદિરના કોઠારી શ્રી બબાભાઈ પટેલ તથા એમના સુપુત્ર શ્રી સુનીલભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
તો આવો ૪૫માં વાર્ષિક પાટોત્સવના દિવસે દિવ્ય દર્શન કરીએ અંબાપુર ખાતે બિરાજમાન શ્રી સ્વામિનારાયણ મંદિરના
જુઓ સંપૂર્ણ એપિસોડ.
શ્રી નરનારાયણદેવ યુવક મંડળ તથા સમસ્ત સત્સંગ પરિવાર, અંબાપુર દ્વારા આયોજીત
શ્રી સ્વામિનારાયણ મંદિર અંબાપુર નો ૪૫મો પાટોત્સવ ૨૦૨૧
Shree Narnarayandev Yuvak Mandal and Samast Satsang Parivar Ambapur Arranged 45th Patotsav of Shree Swaminarayan Mandir Ambaye