કપડવંજમા ઉજવાયો શ્રી ઉમિયા માતાજીનો ભવ્ય સાતમો પાટોત્સવ.

ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં રત્નાકર રોડ ઉપર શ્રી ઉમિયા માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરની સ્થાપના પોષ વદ પૂનમના દિવસે આજથી સાત વર્ષ પહેલા થઇ હતી, મંદિરના શ્રી ઉમિયા માતાજી સેવા સંસ્થાન, કપડવંજ દ્વારા ભવ્ય સાતમા પાટોત્સવની ઉજવણી કરવામા આવી હતી, જેના ભાગરૂપે દ્વિતીય દિવસે બપોરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભકતો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદીર વિશેની માહીતી સંસ્થાના મહામંત્રી શ્રી જયેન્દ્રભાઈ પટેલ દ્રારા આપવામા આવી હતી.

જુઓ દ્રિતિય દિવસની શોભાયાત્રાનો સંપુર્ણ એપિસોડ.

સિંગર શ્રી સાગર પટેલ દ્રારા ભવ્ય રાસ ગરબાની રમઝટ

દ્વિતીય દિવસને અંતે ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા શ્રી સાગર પટેલ દ્રારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવાઇ હતી, જેમા અગણિત જનમેદની ઉમટી પડી હતી.

જુઓ સંપુર્ણ રાસ ગરબાનો એપિસોડ.

પાટોત્સવના અંતિમ દિવસે યોજાયો ભવ્ય સહસ્ત્રચંડી મહાયજ્ઞ.

પાટોત્સવના અંતિમ ત્રીતીય દિવસે ભવ્ય સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાયો હતો, જેમા ભૂદેવો ભવ્ય મંત્રોચ્ચાર સાથે ૧૦૮ યજમાનોએ ૧૧ કુંડી મહાયજ્ઞમા ભાગ લીધો હતો, ત્યારબાદ યજ્ઞ પુર્ણાહુરતિ બાદ સર્વે ભક્તોનો મહાપ્રસાદ યોજાયો હતો. જેમા હજારોની સંખ્યામા માઈ ભક્તોએ ભાગ લીધો હતો.

જુઓ તૃતીય દિવસનો સંપુર્ણ એપિસોડ.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed