સમસ્ત રણાસણ ગામ દ્રારા આયોજીત
ધનતેરસ નિમિત્તે ગરબા મહોત્સવ ૨૦૧૯

Samast Ranasan Gaam Vijapur arranged Dhanteras Garba Mahotsav 2019

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં રણાસણ ગામ આવેલું છે, ગામના મુખ્ય ધોરીમાર્ગ કે જે ગાંધીનગર થી વિજાપુર જાય છે, ત્યાં સુંદર અને પૌરાણિક બહુચર માતાજીનું મંદિર આવેલું છે, મંદિર પરિસરમાં સુંદર શ્રી રાધે કૃષ્ણ મહારાજ, ગણપતિ મહારાજ તથા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજી નું પણ મંદિર આવેલું છે, મંદિર દ્વારા દર વર્ષે ધનતેરસના દિવસે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહુચર માતાજીની સુંદર દીવાઓથી જગમગ પલ્લી આખા ગામમાં ખૂબ જ ધામધૂમથી ફેરવવામાં આવે છે, અને પછી ગરબા ચોકમાં આવીને સમસ્ત ગામના પરિવારજનો તથા ખેલૈયાઓ ગરબા મહોત્સવનો આનંદ માણે છે, આ વર્ષે પણ ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા શ્રી તૃષા રામી દ્વારા ભવ્ય ગરબા મહોત્સવ ની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં ગામના હજારો ખેલૈયાઓ ઝુમી ઉઠયા હતા. કાર્યક્રમની સમગ્ર વિગત ગામના શ્રી પ્રવિણભાઇ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ વિડિઓ.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *