શ્રી બહુચર સેવા મંડળ તથા સમસ્ત વણકર પરિવાર લણવા, તા ચાણસ્મા, જી. પાટણ આયોજીત
શ્રી રાજરાજેશ્વરી બહુચર માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૧૯

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામે શ્રી રાજરાજેશ્વરી બહુચર માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી બહુચર સેવા મંડળ તથા સમસ્ત વણકર પરિવાર દ્વારા તારીખ 12 10 19 થી લઈને 13 10 2019 સુધી યોજવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા.

ઇતિહાસ પર નજર કરીએ તો લણવા ગામના સોથાણી પટેલ ભાઇઓ આજથી ઘણા વર્ષ પૂર્વે બહુચરાજીની બાજુમાં આવેલા વડાવલી ગામથી વણકર કુટુંબના બે ભાઈઓને લણવા ગામે કાયમી વસવાટ હેતુ લઇ આવેલા. પરાપૂર્વથી કાલરી અને વડાવળી ગામના સોલંકી કુળના વણકરોની કુળદેવી આદ્યશક્તિ માં બહુચરાજી છે. લણવા ગામ મા સોલંકી કુળ ના વણકરોના સ્થાયી વસવાટને ઘણા બધાં વર્ષ વીતી ગયાં. આજે બે ભાઈઓના કુટુંબ 130 જેટલાં કુટુંબો બન્યા છે.
આદ્યશક્તિ મા બહુચરજીની કુળદેવી તરીકે આ બધાજ કુટુંબો તેમના ઘરોમાં પૂજા આરાધના કરી રહ્યા છે. પરંતુ સર્વ સામાન્ય સાર્વજનિક મંદિર સ્વરૂપે કુળદેવા તરીકે માતાજી સ્થાપના કરવાની બાબત વર્ષોથી બાકી હતી. આવકના ટાંચા સાધનો અને કૌટુંબીક જવાબદારીઓ ના લીધે જીવન નિર્વાહ સિવાય અન્ય બાબતો માટે ઈચ્છા હોવા છતાં પણ સાર્વજનિક સ્વરૂપે માતાજીની સ્થાપના થઇ શકી નહીં. પછી 1956 મા વડવાઓ એ વણકારોના જુના મહોલ્લામાં મંદિર બનાવવા માટે યજ્ઞ કરેલો પરંતુ યેનકેન પ્રકારે વખતે પણ આ કાર્ય પૂર્ણ થઈ શક્યું નહીં. વડવાઓએ આરંભેલા પરંતુ પુર્ણ ના થઇ શકેલા આ કાર્યને વણકારો ની આજની પેઢીએ 2014 મા પૂર્ણ કરવા માટે કમર કસી. લણવા ગામ ના સુજ્ઞ પ્રજાજનો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સરપંચશ્રીએ આ બાબતને સામેથી વધાવી લીધી અને માતાજીનું મંદિર બનાવવા માટે રાજ્ય ધોરી માર્ગ પર જ મોકાની જગ્યા ફાળવી આપી. વણકરોએ આ જગ્યા ને સાફ સુથરી અને પવિત્ર કરી શરદપૂર્ણિમાના શુભ દિવસે ૨૦૧૬ ના રોજ મંદિર નું ખાત મુહૂર્ત કરી મંદિર બનાવવા માટે સંકલ્પ કર્યો. ત્યારથી લઈ ને ત્રણ વર્ષના ગાળામા મંદિર નું બાંધકામ પૂર્ણ થયું.

તા. ૧૩.૧૦.૨૦૧૯ ને શરદ પૂર્ણિમા ના રોજ ગામના જ બ્રાહ્મણો દ્વારા શાત્રોક્ત વિધિવિધાન ૧૧ કુન્ડિ મહાયજ્ઞ કરીને જગત જનની, આદ્યશક્તિ મા બહુચરાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.

પ્રાણ પ્રતિષ્ઠા કરતા પહેલા માતાજીની નિજ મૂર્તિની સાથે ગણપતિ દાદા, હનુમાનજી, બટુક ભૈરવ તથા નારાસંગા વિરની મૂર્તિઓને ત્રણ રથમાં આરૂઢ કરીને આખા ગામ મા શોભાયાત્રા કાઢવામાં આવી. માતાજીની જ્યોત તેમના પ્રાગટ્યના નિજ સ્થાન, બહુચરાજી થી તા. ૧૨.૧૦.૨૦૧૯ ના સવારે લાવવામાં આવી, જે શોભાયાત્રા દરમ્યાન માતાજીની નિજ મૂર્તિ સાથે સાથે ગામલોકોને દર્શન આપ્યા.

માતાજી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શોભાયાત્રા થઈ માંડીને પ્રસ્થાપન સુધીના તમામ કાર્યક્રમોમાં આખા ગામના અબાલ વૃદ્ધ, જ્ઞાતિ અને જાતિ ના ભેદભાવોથી અલિપ્ત તન મન ધન થઈ એકાકાર થઈને લણવા ગામે સામાજિક સમરસતા ની આગવી મિસાલ કાયમ કરી. શોભાયાત્રા ગામના મુખ્યમાર્ગો બ્રહ્માણી માતાજીનો ચોક થઈને નીકળી. ગામના તમામ નાગરીકો એ માતાજીને ફૂલોથી વધાવ્યા તેમની પ્રજ્વલિત જ્યોતિમાં ઘી પુરાવ્યું.

સામાજિક ન્યાય અને અધિકારીતા માત્ર કાયદો અને વ્યવસ્થા કરવાથી પ્રસ્થાપિત થતી નથી, કોમી એકતા લાગણી અને પરસ્પરના ભાઈચારા થી પ્રજ્વલિત બને છે તે લણવા ગામે સાબિત કરી દીધું. તા. 12.10.2019 ના રોજ રાત્રે ભવ્ય રાસ ગરબાનું આયોજન હતું. તમામ સગાઓને સાથે સાથે ગામના વણકર કુટુંબોની તમામ બહેન દીકરીઓ , ફોઇઓ ને ગામે ગામ થી પણ તેડાવી ભેટ સોગાદોથી નવાજવામાં આવ્યા.

નવનિર્મિત મંદિર પરિસર ની ઉત્તરે સજાવેલા ૧૧ કુંડિય યજ્ઞશાળામા માતાજીની નિજ મૂર્તિ ના પ્રતિષ્ઠાણ હેતુ શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રહસન કરી પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી અને તા. 13.10.2019 ના રોજ બરાબર 12.39 વાગ્યે આદ્યશક્તિ ત્રિપુરા સુંદરી માં બહુચરાજી અસીમ માનવ મહેરામણ ના જયઘોષ, અને દુન્દુભી શંખનાદ સહ તેમના નિજમંદિરમાં બિરાજ્યા.

કોમી અને જાતિઓ વચ્ચેની સમારસતાની મિસાલ સહ આ સ્થાપન એ ધાર્મિક અને સામાજિક ઉત્ક્રાંતિ અને વિકાસ માટેનું એક કેન્દ્રબિંદુ બની રહેશે. ઘણાબધા સામાજિક અને શૈક્ષણિક વિકાસ ના હેતુઓ માટે પણ માતાજીની આ જગ્યા તેમની પળેપળ ની હાજરીને કારણે પ્રેરણા આપતી રહેશે.

તો આવો નિહાળીએ માતાજીના મંદીર વિશેની માહીતી અને માણીયે સંપુર્ણ પ્રસંગ, જેની સંપૂર્ણ માહિતી લણવા ગામના શ્રી રવિન્દ્રભાઈ સોલંકી દ્વારા આપવામાં આવી, જુઓ સંપુર્ણ વિડિઓ.

 

#ગુજરાત ના નવા મંદીર ૨૦૧૯
#Gujarat na nava Mandir 2019
#Gujarat ke Naye Mandir.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed