મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં ભટાસણ ગામ આવેલું છે, ગામમાં શ્રી વારાહી માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ પામેલું છે,

જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 13 5 2019 થી લઈને 16 5 2019 દરમિયાન યોજાયો હતો, જેમાં ભવ્ય શોભાયાત્રા, લોકડાયરો તથા રાસ-ગરબા જેવા કાર્યક્રમો કરીને છેલ્લા દિવસે માતાજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી,

ગામના મંદિરના ટ્રસ્ટ એવા શ્રી વારાહી સેવા ટ્રસ્ટ દ્વારા હાલમાં ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2019 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દશેરાના દિવસનું ગામમાં અનોખુ મહત્વ છે, દશેરાના દિવસે અમદાવાદથી પદયાત્રિકો ભટાસણ રથ લઈને પહોંચે છે, જ્યાં સમસ્ત ગ્રામજનો દ્વારા રથનું સામૈયુ કરીને માતાજીના મંદિરે લાવવામાં આવે છે અને ત્યાં માતાજીની પૂજા-અર્ચના સમસ્ત ગ્રામજનો દ્વારા તથા આરતી પૂજા કરવામાં આવે છે અને રાત્રે માતાજીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા શ્રી ગ્રીષ્મા પંચાલ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં સેંકડો બહેનો પારંપરિક રીતે ગરબા ની મજા માણી હતી, જેમાં દરેક બહેનો માથે માટીનો ગરબો ઉપાડી ને ગરબે ઘૂમ્યા હતા.

મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તથા સમસ્ત વિગત શ્રી વારાહી સેવા ટ્રસ્ટ, ભટાસણ ના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ તથા અન્ય ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી.

ભટાસણ ગામમાં અન્ય પણ સુંદર મંદિર આવેલ છે જેમાં શ્રી ખોડીયાર માતાજી, શ્રી રામજી મંદિર, તથા શ્રી કષ્ટભંજન હનુમાનજી નું મંદિર આવેલું છે, જેનો દશાબ્દી મહોત્સવ હમણાં તાજેતરમાં જ ઉજવવામાં આવ્યો હતો

તો આવો નિહાળીએ આ સંપૂર્ણ વીડિયો.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#ગુજરાત ના નવા મંદીર ૨૦૧૯
#Gujarat na nava Mandir 2019
#Gujarat ke Naye Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *