મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ભટાસણ ગામ ખાતે ઐતિહાસિક શ્રી વારાહી માતાજીનું મંદિર આવેલું છે, મંદિરમાં શ્રી વારાહી માતાજીની સાથોસાથ શ્રી બહુચરા માતાજી તથા શ્રી અંબાજી માતાજી પણ બિરાજમાન છે તથા મંદિર પરિસરમાં બે મહાદેવજીના પણ ખૂબ જ ભવ્ય મંદિર આવેલા છે. મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે દશેરાના પર્વનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં નવરાત્રી બાદ પરંપરાગત ભવ્ય દશેરા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જે નિમિત્તે અહીંયા સમગ્ર દિવસ દરમિયાન અનેક ધાર્મિક ઉત્સવો યોજાય છે, જેમાં સવારે અમદાવાદ થી ભટાસણ પગપાળા સંઘ આવે છે, જેમનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત સામૈયું કરીને મંદિર ખાતે લાવવામાં આવે છે, અને ત્યારબાદ રાત્રિના શ્રી વારાહી સેવા ટ્રસ્ટ દ્વારા ઘડુલિયા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે 360 જેટલા ઘડુલીયા ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જોડાઈને માતાજીના પારંપરિક ગરબા ગાઈને તથા માતાજીના દર્શન કરીને ધન્ય બન્યા હતા. આ પ્રસંગે ગામના જે ભાઈઓ વિદેશમાં રહે છે, તેવા 60 જેટલા એન.આર.આઈ મિત્રો આ પ્રસંગને માણવા અર્થે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું સન્માન પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી વારાહી સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ તથા શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ તથા NRI શ્રી મહેન્દ્રકુમાર દ્વારા આપવામાં આવી હતી

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Varahi Seva Trust Bhatasan Celebrated Dusshera Mahotsav 2024

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *